અમરેલી માર્કેટયાર્ડમાં સિઝનના નવા ચણાની આવક શરૂ

અમરેલી,
અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-અમરેલી, નવા માર્કેટયાર્ડમાં ગત તા.11/01/ર0ર4 ને ગુરૂવાર નાં રોજ સિઝનના નવા ચણાની આવક શરૂ થઈ હતી. જેમાં શ્રી લાલજીભાઈ વિનુભાઈ માંજુસા રે.ચરખા ગામનાં ખેડૂત, કમિશન એજન્ટશ્રી હર્ષવીર ટ્રેડીંગ ની દલાલીમાં અંદાજીત 20 મુદ્દા જેટલા ચણા લઈને આવેલ હતાં અને નવા ચણાની ખરીદી વેપારીશ્રી ઠા. છોટાલાલ પોપટલાલ દ્વારા કરવામાં આવેલ હતી. જેના પ્રતિ મણનો ભાવ રૂગ.1081/- સુધી થયેલ. આમ માર્કેટયાર્ડ અમરેલી ખાતે નવા ચણા ની આવક શરૂ થઈ ગયેલ છે અને ખેડૂતોને તેના ભાવો પણ સારા મળે છે. તેમ બજાર સશિતિનાં સેક્રેટરીશ્રી તુષારભાઈ હપાણીએ એક અખબારયાદીમાં જણાવ્યુ