આજે કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સોનલધામ માં : રવિવારે અમરેલીમાં

અમરેલી,
ભારત સરકારનાં ડેરી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલા આજે 100 વર્ષ પહેલા પ્રાગટય થયેલ અને ચારણ સમાજનાં કુરીવાજોને દુર કરવા અને વ્યસનો સામે ઝુંબેશ ચલાવનાર શક્તિ સ્વરૂપ આઇશ્રી પૂજ્ય સોનલ આઇ મઢડાધામનાં જન્મ શતાબ્દી મહોત્સવ પર્વે ઉપસ્થિત રહેવા માટે 10:30 વાગ્યે મઢડા પહોંચશે અને ત્યાંથી જુનાગઢ, જુનાગઢથી રાજકોટ અને રાજકોટનાં શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુળ કાગદડી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાંથી મુંજકાની 150 ફુટ રીંગરોડ ખાતે રેસ્ટો કાફેમાં ઇશ્ર્વરીયાવાસીઓના સ્નેહમિલનમાં હાજરી આપી ઇશ્ર્વરીયા આવશેતા.14 નાં રવિવારે શ્રી રૂપાલા બેઠક યોજશે તથા મુલાકાતીઓને મળશે. અને સોમવારે તાલાળા અને જાંબુર ખાતે પીએમ જન્મન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ત્યાંથી ભુજ જશે અને ત્યાંથી અમદાવાદ અને દિલ્હી જશે.