લાલાવદરની સીમમાં શ્રમીક દંપતિ સહિત ત્રણની કુવામાંથી લાશ મળી

અમરેલી,
અમરેલીના લાલાવદર અને ચક્કરગઢના સીમાડે આવેલ વાડીના કુવામાંથી પરપ્રાંતિય દંપતિ અને એક બાળકી સહિત ત્રણની લાશો મળી આવી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર લાલાવદર અને ચક્કરગઢની સીમમાં અલ્પેશભાઇ, ધનજીભાઇ અને દકુભાઇ મનુભાઇ ધાનાણીના ભાગ્યા વાડીમાં ચણા વાવેલા તે વાડીએ મધ્યપ્રદેશના અલીસાપુુર (રીછવી)નો દંપતિ મુકેશ દેવરખિયા ઉ.વ.18 અને તેની પત્ની ભુરી દેવરખિયા વાડીએ રહેતા હતાં. બુધવારે મુકેશ તેના કુંટુંબી જે બાજુમાં આવેલ માતરીયાની વાડીમાં કામ કરે છે. ત્યાં ગયેલ અને બહેન જાનુબેન દેવરખિયા ઉ.વ.8એ ભજીયા બનાવ્યા છે. તુ મારી સાથે ચાલ તેમ કહી ભજીયા ખાવા લઇ આવેલ દરમિયાન મુકેશને દકુભાઇએ ફોન કરેલા પણ રિપલાઇ ન મળતા અવાર નાવર ફોન કર્યા પછી પણ મુકેશનો સંપર્ક ન થતાં અલ્પેશ ધનજીભાઇને કહેલું કે તું વાડીએ જઇને તપાસ કર તે દરમિયાન અલ્પેશભાઇ વાડીએ આવતા કુવામાંથી દુર્ગધ આવતી હતી. તેથી વાડીમાં કુંવામાં જોયુ તો લાશો તરતી હતી. તેથી મુકેશ તથા તેની પત્ની અને તેની બેનની લાશ હોવાનું જાણ થતાં તરત જ લાલાવદરના સરપંચ તથા ચક્કરગઢના સરપંચને જાણ કરી હતી અને સરપંચે પોલીસને જાણ કરતા અમરેલી રૂરલ પોલીસના પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડની મદદથી ત્રણેય લાશોને બહાર કાઢી તાલુકા મેજીસ્ટ્રેટની હાજરીમાં પંચનામુ કરવા તજવીજ સાથે ત્રણેયનું પીએમ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં. આ બનાવ અંગે એસપી શ્રી હિંમકરસિંહ પણ ઘટના દોડી ગયા હતા અને વિઝીટેશન કર્યુ હતું. આ બનાવ અકસ્માત, આત્મહત્યા કે હત્યાનો છે ? તે જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ ઘટના સ્થળે દોડી જઇ ફાયર સેફ્ટી ઇમરજન્સી વિભાગ, પોલીસ વિભાગ અને ગ્રામજનો સાથે મળી અવસાન પામનારના મૃત દેહો ને કુવા માંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.આ મૃતદેહો બહાર નીકળતા સાંસદશ્રીએ મૃતદેહોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી, આ ઘટના અંગે ઘટતી કાર્યવાહી પૂર્ણ કરવા પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગને યોગ્ય સૂચના પ્રદાન કરી હતી. અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડિયાને 108 તરીકે શા માટે ઓળખવામાં આવે છે તે બાબતનું આ એક દાખલારૂપ છે