અમરેલીનાં અધિક કલેકટરને વિદાય-આવકાર

અમરેલી,
અમરેલીનાં અધિક કલેકટર શ્રી રવિન્દ્રસિંહ વી.વાળાની બદલી થતા અને તેમના સ્થાને શ્રી દિલીપસિંહ ગોહીલની નિમણુંક થતા અમરેલી જિલ્લા મહેસુલ કર્મચારી મંડળનાં પ્રમુખશ્રી કે.કે.વાળાના નેતૃત્વમાં વિદાયમાન અને આવકાર કાર્યક્રમ યોજાયો હતો.
અઢી વર્ષથી અમરેલી જિલ્લામાં યશસ્વી ફરજ બજાવનાર શ્રી રવિન્દ્રસિંહ વાળાએ કરેલી કામગીરી અને અનુભવોને કર્મચારીઓ અને અધિકારીઓએ શેર કર્યા હતા. શ્રી વાળાએ વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા અને હકારાત્મક અભિગમ અપનાવ્યો હોય તેમને શ્રી કે.કે.વાળાએ યાદ કરી અનુભવો વર્ણવ્યા હતા. કલેકટરશ્રી અજય દહીયા તથા વિદાય લેતા અધિક કલેકટરશ્રી વાળા અને નવનિયુક્ત અધિક કલેકટરશ્રી દિલીપસિંહ ગોહીલ તથા રાજુલા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા, લાઠી મામલતદાર શ્રી વ્યાસ, અમરેલી સીટી મામલતદાર શ્રી શાહએ પ્રાસંગીક ઉદબોધન કરેલ. લાઠી પ્રાંત અધિકારીશ્રી બ્રહમભટ્ટે સ્વાગત પ્રવચન કરેલ. આ કાર્યક્રમમાં કલેકટરશ્રી અજય દહીયા, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, રેવન્યુ સ્ટાફ અને મહેસુલ કર્મચારીઓ ઉપસ્થિત રહયા