અમરેલીમાં ક્રીષ્ના પેટ્રોલપંપના માલીક પાસે રૂ.20 લાખની ખંડણી માંગી

અમરેલી,
અમરેલી સ્ટેશન રોડ રેડ કોર્નર સિનેમાં સામે આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપની ઓફીસે નંદિસભાઈ પંકજભાઈ પરીખ (વાણીયા) ઉવ.36 ના મોબાઈલ 99247 37878 ઉપર કુલદિપ વાળા તરીકે ઓળખાણ આપનાર શખ્સે તેના મોબાઈલ 93276 33622 પરથી નંદિશભાઈને ફોન કરી ખંડણી પેટે રૂ.20,00,000 ની માંગણી કરી ફરીયાદીને પ્રોટેક્શન અને સારી રીતે પેટ્રોલપંપ ચલાવવા દેવા ખંડણી નહી આપે તો ફરીયાદી ઉપર ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની તથા પેટ્રોલપંપ પર ફાયરીંગ કરવાની ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.આઈ. ડી.કે. વાઘેલા ચલાવી રહ્યા છે.