ચેક રીટર્નના કેસમાં છ માસની સજા કરતી અમરેલીની ચીફ કોર્ટ

અમરેલી,
બગસરા નાગરીક શ.સ.મં.લી સાખા અમરેલી પાસેથી રૂ.5,00,000 નું ધીરાણ લઈ છુ મંતર થયેલા હનુમાન પરા ગુણાતીત નગર શેરી નં.3 માં રહેતા સયરાજભાઈ લખુભાઈ વાળાએ મંડળીને બાકી લેણાની રકમ રૂ.5,59,703 વસુલ આપવા આપેલ ચેક રીર્ટન થતા મંડળીના સેક્રેટરી જયદિપભાઈ ધીરૂભાઈ નાકરાણીએ અમરેલી ચીફ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરતા પુરાવાના અંતે અમરેલીના ત્રીજા એડી.ચીફ.જ્યુ.મેજી.કે.એમ. વ્યાસ તરફથી આરોપીને છ માસની કેદની સજા તથા રૂ.5000 નો દંડ તથા રૂ.5,59,703 વ્યાજ સહિત ચુકવવા હુકમ કરેલ મંડળીના વકીલ તરીકે સીનીયર ધારાશાસ્ત્રી એ.સી.વરીયા રોકાયા