જુનાગઢમાં ઇંગ્લીશ દારૂ અને બિયર નંગ મળી 670 બોટલ ઝડપાઇ

જુનાગઢ,
જુનાગઢના રેન્જના ના.મ.નિ.નિલેષ જાજડીયા, પો.અ.હર્ષદ મહેતાની સુચના મુજબ ના.પો.અધિ. હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ એ ડિવીઝન પીઆઇ વી.જે.સાવજની સુચના મુજબ પોલીસ સ્ટાફે ચોકકસ બાતમીના આધારે લખન મેરૂ ચાવડાને ગીરનાર દરવાજા, ચામુંડા ઢોરા પાસે આવેલ પોતાના હવાલા વાળા મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોય તે આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ – અલગ બ્રાંડની નાની-મોટી બોટલ નંગ તેમજ બિયર ટીન મળી કુલ 670 બોટલ રૂા.2.02.710નો મુદામાલ કબ્ઝે કરેલ અને આરોપી હાજર નહીં મળતા લખન મેરૂ ચાવડા રહે. જુનાગઢ વાળા સામે પ્રોહિબીસન ધારા હેઠળ ગુન્હો દાખલ કરેલ