અમૃતવેલ નજીક રેલ્વે ફાટક પર માલગાડી હડફેટે 4 વર્ષના સિંહનું મોત

અમરેલી,
અમરેલી જિલ્લામાં રેલ્વે ટ્રેક સિહો માટે ઘાતક બન્યા હોય તેમ ફરી એકવાર સાવરકુંડલા રેન્જના અમૃતવેલ નજીક મોડી રાત્રિના રેલવે ટ્રેક પર પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી સાથે અથડાવાથી 4 વર્ષના સિંહ નું મોત નીપજ્યું હતું . સાવરકુંડલા રેંજના અમૃતવેલ ગામ નજીક ગત મોડી રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી નં 38151 નંબર ની ગાડી સાથે અથડાવાથી ચાર વર્ષના યુવાન સિંહ મોત નીપજ્તા ધારીગીર પૂર્વના ડી સી એફ રાજદીપસિંહ ઝાલા તેમજ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ વિભાગ નો સ્ટાફ મોડી રાત્રિના ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સિંહના મૃતદેહને પીએમ અર્થ ખસેડ્યો હતો ત્યારે ગઈકાલે બગસરાના હામાપુર નજીક સ્વામિનારાયણ મંદિરના સંતોના ઇનોવા ગાડી સાથે અથડાવાથી એક સિંહણ ગંભીર રીતે ઈજા ગસ્ત થઈ હતી જેમને સારવાર અર્થ જુનાગઢ સક્કરબાગ ખાતે લઈ જવામાં આવી હતી તેમજ એક અઠવાડિયા પહેલા જ સાવરકુંડલા રેન્જના જ ભમર ગામના રેવન્યુ વિસ્તારમાં રેલવે ટ્રેક પર અથડાવાથી એક સિંહણ ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થઈ હતી અને સિંહણ ની પીઠ ભાંગી જતા જેમને સારવાર અર્થ જુનાગઢ મોકલવામાં આવી હતી ત્યારે અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સિહો માટે ઘાતક બની ગયો હોય તેમ રેલ્વે અકસ્માતમાં સિંહોની માઠી બેઠી હોય તેમ ગયા એક વર્ષમાં શેત્રુજી ડિવિઝન અને ધારી ગીર પૂર્વમાં 4 સિંહના મોત નીપજ્યા હતા ત્યારે બે થી વધારે સિંહો ઈજાગસ્ત થયા હતા ત્યારે 2024 ના શરૂઆતમાં જ અમરેલી જિલ્લામાં સિંહોના રેલ્વે અકસ્માતનો બીજો બનાવ બનતા સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારોભાર રોશ ફેલાયો