રાજુલામાં ચાઈનીઝ દોરીનો નાશ કરાયો

રાજુલા,
રાજુલા અબોલ પક્ષીઓ બચાવ અભિયાન અંતર્ગત નેચર કલબ દ્વારા વિપુલ ભાઈ લહેરી તથા ચીરાગ બી જોષી ની ટીમ દ્વારા શહેરમાં ચાઈનીઝ દોરીઓ એકઠી કરીને જેની ટીમ અને બાળકો વિધાર્થીઓ સહિત ભેગા મળીને જાગૃતિ લાવવા અભિયાન રાજુલા માં કરવામાં આવ્યું હતું જેમાં ચિરાગ બી જોષી વિપુલ ભાઈ લહેરી અશોકભાઈ સાખટ કેતનભાઈ દવે જશુભાઇ દવે બાળકો વિદ્યાર્થીઓ સહિત જોડાયા હતા મારુતિ ધામ મંદિર મહંત શ્રી ભાવેશ બાપુ ગોંડલીયા તથા નાગરિક બેંકનાં પ્રમુખ મહેન્દ્રભાઈ ધાખડા દ્વારા ટીમ ની કામગીરી બિરદાવ્યું પક્ષીઓ પગમાં ભરાતી દોરી તથા પક્ષુધન ધાસસાથે ખાઇ જતાં અટકાવવાના પ્રયાસો ભાંગ રુપે અભિયાન કરવામાં આવ્યું હતું રાજુલા પુર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગ બી જોષી દ્વારા જણાવાયું કે ચાઇનીઝ દોરી ન વાપરવા તથા મકરસંક્રાંતિ પુર્ણ થયા પછી શહેરમાંથી દોરી ઓ થાંભલા રસ્તા માં ગાય ધાસ માંથી દોરી ઓ એકઠી કરી જાગૃતિ ભાગ રૂપે જહેમત ઉઠાવી હતી વિપુલ ભાઈ લહેરી નેચર કલબ પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે દરવર્ષે અભિયાન થી જાગૃતિ વધે પક્ષીઓ જીવ બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો વિધાર્થીઓ દ્વારા જણાવાયું હતું કે દોરીઓ એકઠી કરી એકીસાથે જુદા જુદા વિસ્તારોમાં બાળી નાશ કરવામાં આવ્યો અમારી સાથે વિધાર્થીઓ બાળકો સાથે રહ્યા