સાવરકુંડલા માં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ડોક્ટરો નું સરાહનીય કાર્ય

સાવરકુંડલામાં મકરસંક્રાંતિ મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે આયુષ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા નાનાભમોદ્રા રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળાનાં ભૂલકાઓને ખજૂર,દાળીયા અને ચીકીનો નાસ્તો આપવામાં આવ્યો હતો. નાના બાળકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો અને તહેવારમાં પોતાની સાથે બીજાને પણ એટલી જ ખુશી મળે એવો પ્રયાસ કરવામાં આવ્યું હતો. આ પ્રસંગે ડૉ.ઊનાવા,ડૉ.ભંડેરી,ડૉ.ભીખાલાલ ઉપાધ્યાય,ડૉ. દલપતભાઇ આહીર વગેરે હાજર રહેલ. આયુષ એસોસિએશનનાં પ્રમુખ ડૉ. એન.ડી. પાનસુરીયા સાહેબે જણાવેલ કે હવે પછી અઠવાડીયામાં એક દિવસ કોઈ એક આયુષ ડૉક્ટર આ સ્કૂલનાં બાળકોની આરોગ્ય ચકાસણી કરીને યોગ્ય મફત સારવાર આપશે. ત્યારે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ડોક્ટર સંકલ્પ કર્યો હતો અને નાના ભૂલકાઓની પણ ચકાસણી દર અઠવાડિયે થશે ત્યારે દેશનું ભવિષ્ય એવા નાના બાળકો માટે આ કાર્ય કરી તમામ ડોક્ટરો એ એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું હતું…