ખાંભા પોલીસ મથકમાં પોકસોના ગુનામાં ધારી કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ

ચલાલા,
ખાંભા પોલીસ મથકના પોકસોના ગુનામાં આરોપી રામજી મેઘાભાઇ સોલંકી, ભાનુબેન રામજીભાઇ સોલંકી સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ સ્પે.પોકસો જજ ધારીના એડીશનલ સેશન્સ જજ એમ.એન.શેખ સમક્ષ કેસ ચલાવવામાં આવતા ફરિયાદ પક્ષ દ્વારા કેસ સાબિત કરવામાં ઘણા લેખિત અને મૌખિક પુરાવા રજુ કરવામાં આવેલ જેમાં આ કેસમાં આરોપીઓ તરફે યુવા એડવોકેટ અશ્ર્વિનભાઇ કે. ચૌહાણ, એન.ડી. દેવમુરારી, એમ.જી.વાઘમશી રોકાયેલ હતાં. જેમની ધારદદાર દલીલોને ધ્યાને લઇ ધારીના સ્પે.પોકસો જજ અને એડી. સેશન્સ જજ એમ.એન. શેખ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો .