એક કટો તલ ચોરનારને શોધી અને પ્રવેશબંધી ફરમાવતા યાર્ડના ચેરેમન શ્રી શૈલેશ સંઘાણી

અમરેલી,
અમરેલી માર્કેટ યાર્ડમાં તા.09/01/2024 ના ના રોજ શેડ નં. 3 માંથી કપાસની એક ભારી તથા તા.11/01/2024 ના રોજ શેડ નં. 1 માંથી તલ એક કટો ચોરી થતા સંસ્થાને ફરિયાદ મળતા સંસ્થા દ્વારા સમગ્ર મામલે સીસીટીવીના ફટેજના આધારે તપાસ કરતા અમરેલીના અર્જુનનગરમાં રહેતા અને મજુરી કામ કરતા વિપુલ મહાદેવભાઈ જુવાલીયાની પુછપરછ હાથ ધરતા તેણે ચોરી કર્યાનો ગુનો કબુલ કરેલ અને ચોરીના માલના વેંચાણની આવેલ રકમ રૂગ.8,458/- સંસ્થા દ્વારા મુળ માલિકોને પરત અપાવેલ તેમજ આવા ચોરીના દુષણને ડામવા માટે સંસ્થા ચેરમેનશ્રી શૈલેષભાઈ સંઘાણી દ્વારા ચોરી કરનાર શખ્સ વિપુલ મહાદેવભાઈ જુવાલીયા, રહે. અમરેલી સામે દંડનીય કાર્યવાહીરૂપે અમરેલી મુખ્યયાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલ છે તેમ એક અખબાર યાદીમાં માર્કેટયાર્ડના સેક્રેટરી તુષાર હપાણીએ જણાવેલ