સોનારીયાથી ઉના રાજકોટ રોડમાં 17 ટન લાકડાનો જથ્થો ઝડપાયો

ખાંભા,(રૂચીત મહેતા)
કોઠારીયા રાઉન્ડ ના કાર્યક્ષેત્રમાં આવતા સોનારીયા ગામના ફાટક નજીક થી ઉના થી રાજકોટ તરફ જતો ટ્રક જીજે 14 5697 નંબરના વાહનની તપાસ કરતા ગેરકાયદેસર રીતે અંદાજીત 17 ટન લાકડા ગેરકાયદેસર રીતે વાહતુક કરતા હોવાનો ગુન્હો પકડી પાડી આરોપી ઓસમાણ હબીબ કચરા ની પુછતાછ કરતાં કોઈ પણ જાતની પરવાનગી ન મળતાં કોઠારીયા રાઉન્ડ ગુન્હા નં:-15/2023-24 તારીખ 13/01/2024 થી ગુન્હો નોંધી એ.રી.પેટે રૂપિયા 10000/ વસુલ કર્યા