અમરેલીની સરકારી શાળાઓમાં બાળકોને ટેબલેટ વિતરણ કરાયાં

અમરેલી,
અમરેલી શહેરમાં કાર્યરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત કાર્યરત પ્રાથમિક શાળાઓ પૈકી રોકડિયાપરા પ્રાથમિકશાળા સ્કૂલ ઓફ એકસેલન્સમાં પસંદ થયેલ હોય,આ બંને શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને ડીઝીટલ માધ્યમથી બાળકો પણ સારી રીતે અભ્યાસ કરી શકે તે હેતુથી આધુનિક સ્માર્ટ ડીજીટલ બોર્ડ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યા હોય.જેનું અનાવરણ ઇફકોના ચેરમેન માન.શ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરવામાંઆવ્યુ,તેમજ વિદ્યાર્થીઓને સ્માર્ટ ડીજીટલ અભ્યાસ માં મદદરૂપ થાય એ માટે છૈંખના સહયોગ થી ધો.7ના વિધાર્થીઓનો ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો,જેમાં નગર પાલિકા ના પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી,પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી,જિલ્લા ખરીદ વેચાણ સંઘના જયંતીભાઈ પાનસુરીયા,શહેર ભાજપ પ્રમુખશ્રી ભાવેશભાઈ સોઢા,તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી તુષારભાઈ જોષી,નગર શિક્ષણ સમિતિ ના વાઇસ ચેરમેન શ્રી દામજીભાઇ ગોલ, શાસનાધિકારી શ્રી એ. એચ. જોષી,દંડક શ્રી દિલાભાઇ વાળા,શાસક પક્ષ નેતા ના પ્રતિનિધિ શ્રી વિશાલભાઈ ઠાકર, સમિતિના સભ્યશ્રી રસિકભાઈ પાથર, સભ્યશ્રી અશ્વિનભાઈ કાનાણી, છૈંખનાં પ્રતિનિધિશ્રી રવિભાઈ ,આચાર્ય, શિક્ષકશ્રીઓ, વાલીગણ, એસ.એમ.સી સભ્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા