અમરેલીમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી ઝડપાઇ ગયો

અમરેલી,
અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી દ્વ ારા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેઠટર ડી.કે. વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. ઇ.પી.કો કલમ-363, 366 ,376, 376(2)(જે) તથા પોકસો એકટ કલમ- 4,6, 8, 10, 12, 18 મુજબના ગુન્હાના કામના આરોપીસાગર મનસુખભાઇ વાઆ ઉ.વ.26 સેન્ટિંગ કામ રહે. ગામ – જામ્બકપુર, પરા વિસ્તાર તા.ધારીને ભોગ બનનાર સાથે ચોક્કસ બાતમી આધારે આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેઠટર ડી.કે.વાઘેલા તથા છજીૈં રમેશભાઇ એન. માલકિયા, સંજયભાઇ ભિમાભાઇ મારૂ, ચેતનકુમાર કનૈયાલાલ મારૂ, વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા દ્વારા ફરજ બજાવાઇ