અમરેલીમાં શાંતિ સમિતીની બેઠક બોલાવતી પોલીસ

અમરેલી શહેર પોલીસે આજે શહેરના આગેવાનોની બેઠક યોજી હતી અને 22મી જાન્યુઆરીનાં કાર્યક્રમ માટે તકેદારીના પગલાઓ શરૂ કર્યા છે.તા.22 મી જાન્યુઆરીએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને આનંદથી ઉત્સવ સંપન્ન થાય તેની તકેદારી માટે એસપીશ્રી હિમસરસિંહની સુચનાથી અમરેલી ડિવીઝનનાં વિભાગીય પોલીસ વડા શ્રી જગદીશસિંહ ભંડારી અને અમરેલી સીટીપીઆઇ શ્રી ડી.કે.વાઘેલાએ શહેરનાં આગેવાનોની સાથે બેઠક યોજી હતી શાંતિ સમિતીની આ બેઠકમાં શહેરનાં હિંદુ મુસ્લિમ આગેવાનો તથા વિવિધ સંસ્થાઓનાં હોદેદારોએ અમરેલી કાયમ દરેક તહેવારો શાંતિથી અને હળી મળીને ઉજવે છે તે પ્રકારે જ આ ઉત્સવ ઉજવવા માટે ખાત્રી આપી હતી.