બાબરાની સુપ્રસિદ્ધ શ્રી વિવકાનંદ સ્કુલમાં આનંદમેળો- બાળમેળો યોજાયો.

બાબરાની શ્રી વિવકાનંદ સ્કૂલમાં તાજેતરમાં ફુડ ફેસ્ટિવલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વડે જ જાતે અવનવી વાનગીઓ બનાવવામાં આવી. ફુડ સ્ટોલ ઊભા કરીને આબેહૂબ “ખાવગલી” જેવી ફુડ સ્ટ્રીટ ની રચના કરવામાં આવી. બાબરા શહેરની જનતા – વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વગેરેએ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલ ચટાકેદાર વાનગીઓનો સ્વાદ નજીવી કિંમતે માણ્યો. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ ભણતર સાથે વ્યાવસાયિક સમજ અને કોઠાસુઝ વિકસે તે સફળ થયો તસવીરમાં જોવા મળે છે. આ સુંદર કાર્યક્રમ ને સફળ બનાવવામાં શાળા સ્ટાફ નું સતત મદદ અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયું. લોકોએ સ્વાદિષ્ટ વાનગીઓ ના રસાસ્વાદ સાથે આસપાસની સ્વચ્છતા ની નોંધ લીધેલ જે અમારા પ્રતિનિધિ દીપકભાઈ સેદાણી ની અખબારી યાદી જણાવે છે.