રાજુલા પંથકમાં બે બનાવમાં રેલ્વે ટ્રેક ઉપર આવેલ 6 સિંહોને સુરક્ષીત ખસેડતુ વનતંત્ર

રાજુલા પંથકમાં રેલ્વે ટ્રેક પાસે આવી ચડેલ છ સિંહોને વનતંત્રના રેલ્વે સેવક દ્વારા સુરક્ષીત જગ્યાએ ખસેડી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાનાં પીએસએલ રોડ ઉપર સ્ટોર નં.246 થી 247 વચ્ચે બે સિંહણ અને ત્રણ બચ્ચાએ રેલ્વે ટ્રેક ક્રોસ કર્યો હતો આ સમયે રેલ્વે સેવક જયસુખભાઇ અને સંજયભાઇએ તેમને નદી બાજુ સુરક્ષીત ખસેડયા હતા આ જ પ્રકારે સવારના સવાર 7 વાગ્યે એક સિંહ સ્ટોર નં.2021 વચ્ચે ટોરેન્ટ વિસ્તારમાંથી આવ્યો હતો તેને પણ નદી વિસ્તારમાં રેલ્વે સેવક બાબાભાઇ અને નથુભાઇએ સુરક્ષીત ખસેડી તેમનો જીવ બચાવ્યો હતો.