રાજકોટ જિલ્લાના કોડા સાંગાણી તાલુકામાં શ્રી નિર્લિપ્ત રાયની ટીમ ત્રાટકી જુગારધામ ઉપર રેઇડ : દારૂ પણ ઝડપાયો

અમરેલી,રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી તાલુકાનાં માણેકવાડા ગામે મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાનાં ઘરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં પીઆઇ શ્રી આર.જી. ખાંટની ટીમે રેઇડ કરી જુગાર રમતા અવધ્ોશ પ્રવિણ સુચક રે. નિકાવા, હરેશ મંગા સોલંકી રે. ખાડ ધોરાજી, શુભમ મુકેશ ગૌસ્વામી રે. રાજકોટ સહિત રાજકોટ, મેવાસા, ગોંડલ, જેતપુર, ઉપલેટા, જુનાગઢ, વેરાવળ, જસદણ સહિતના વિસ્તારોમાંથી જુગાર રમવા આવેલા 18 શખ્સોને રૂા.15 લાખ 1 હજાર 500 ની રોકડ, 23 મોબાઇલ, 6 વાહનો મળી કુલ 94 લાખ 33 હજારના મુદામાલ સાથે પકડી પાડયા હતા અને નાસી છુટેલ નિશાન અને બે કારના ડ્રાઇવરોની શોધખોળ શરૂ છે આ ઉપરાંત મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા પાસેથી દારૂની 4 બોટલ કિં.9200 મળી હતી. પોલીસે તેની અને તેના દારૂની બોટલ આપનાર સામે પણ ગુનો દાખલ કર્યો છે.