અમરેલી જિલ્લા પંચાયતનું 997.52 કરોડનું બજેટ પસાર

અમરેલી,
અમરેલી જિલ્લા પંચાયતના પ્રમ્ખશ્રી ભરતભાઈ સુતરીયા નાં અધ્યક્ષ સ્થાને સામાન્યસભા મળેલ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયતના સચિવ-વ–જિલ્લા વિકાસ અધિકારીશ્રી,ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પાથર, ચૂંટાયેલ સભ્યશ્રીઓ અને શાખા અધિકારીશ્રીઓ હાજર રહેલ હતા.આ બેઠકમાં મુખ્ય મુદ્દો અંદાજપત્ર સને 2024-25 મંજુર કરવાની બાબત હતી.જે બજેટ રજુ કરતા શ્રી ભરતભાઈ સુતરીયા એ હર્ષ અનુભવી આજરોજ ની બેઠકમાં જિલ્લા પંચાયત અમરેલીના સુશાશન અને અંદાજપત્રમાં સ્વભંડોળ બાજુ 53ર.ર4 લાખની આવક સામે 430.52 લાખ ખર્ચ કરવાનું આયોજન કરેલ જયારે તબદિલ પ્રવૃતી સરકારી યોજનામાં 997.પર કરોડ નું અંદાજપત્ર રજુ કરવામાં આવેલ હતી.જે સામાન્યસભા ઘ્વારા સર્વ સહમતિથી મંજુર કરવામાં આવ્યુ.જે બદલ જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા એ સૌનો આભાર માન્યો અને જિલ્લા પંચાયત અમરેલીના ઉપ પ્રમુખશ્રી સુરેશભાઈ પાથર તથા તમામ ચેરમેનશ્રી અને તમામ સદસ્યશ્રીઓએ આ અંદાજપત્રને હર્ષભેર આવકાર્યું