ધાર્મિક સ્થળોની સ્વચ્છતા ઝુંબેશમાં જોડાતા શ્રી રૂપાલા

અમરેલી,
કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતીમાં અમરેલી ગાયત્રી શક્તિપીઠમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો. અમરેલીના ગાયત્રી શકિત પીઠ ખાતે રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાના હસ્તે મંદિર સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. તે પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, શ્રી કૌશિકભાઇ વેકીરયા, શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, શ્રી મેહુલભાઇ ધોરાજીયા સહિતના આગેવાનો જોડાયા હતાં. અમરેલી પાલીકા તથા જિલ્લા ભાજપના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ગાયત્રી શકિત પીઠના મેનેજીંગ ટ્રસ્ટી બાબુભાઇ રાજયગુરૂ, શ્રી હિરેનભાઇ ચાવડા, શ્રી મનીષભાઇ સંઘાણી, શ્રી નાનજીભાઇ પાથર, શ્રી નિમિષાબેન વાઢેર, શ્રી કમલેશભાઇ મહેતા, શ્રી હંસરાજભાઇ સાકરીયા વગેરે જહેમત ઉઠાવી હતી. શ્રી રૂપાલાએ દક્ષેશ્ર્વર મહાદેવ મંદિરે અભિષેક કરી સ્વચ્છતા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો
.