અમરેલી, કુંકાવાવનાં 37 ગામોમાં સ્મશાન ભઠી મંજુર કરાવતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી,
રાજયના સ્મશાનગૃહોમાં સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાની ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની યોજના હાલમાં કાર્યરત છે. જેડા દ્વારા આ યોજના અંતર્ગત ગામડાઓના સ્મશાનગૃહોમાં સુધારેલી ભઠ્ઠી બેસાડવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા લાભાર્થીફાળા તરીકે રૂપિયા હજાર ભરવાના હોય છે. જે બાદ અંદાજિત પચાસ હજાર કરતાં વધુ રૂપિયાની સ્મશાનભઠ્ઠી બેસાડવામાં આવે છે.અમરેલીનાં જાગૃત અને યુવાન ધારાસભ્ય તરીકે કૌશિકભાઈ વેકરિયાએ પ્રજા વિકાસના દરેક ક્ષેત્રના કામો હાથ પર લીધાં છે ત્યારે, તેમનાં પ્રયત્નોથી અમરેલી તાલુકાના માલવાણ, દેવળિયા, રોઢિયા, શંભુપરા, તરકતળાવ, કાઠમાં, કમીગઢ, કેરિયાચાડ, દહિંડા, મોટા માંડવડા, મોણપુર, સરંભડા, ચક્કરગઢ, શેડુભાર, જાળિયા, ઇશ્વરિયા, માંગવાપાળ, પીઠવાજાળ, ચિત્તલ, ખડ ખંભાળિયા જેવા ગામો અને કુંકાવાવ તાલુકાના બરવાળા બાવળ, કોલડા, માયાપાદર, નવા બાદનપુર, હનુમાન ખીજડિયા, અરજણસુખ, મોટા ઉજળા, જૂના બાદનપુર, દેવગામ, નાજાપુર, મોરવાડા, લુણીધાર, મોટી કુંકાવાવ, સનાળી, ખજૂરી પીપળિયા, નાની કુંકાવાવ, બાંટવાદેવળી જેવા ગામોમાં આગામી એક માસની અંદર જ આ સ્મશાનભઠ્ઠીઓ ફીટ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે. આ ગામોમાં હિન્દુ પ્રજાની આસ્થા સાથે જોડાયેલ અંતિમવિધિ કાર્ય માટે સ્મશાનભઠ્ઠીઓ ફીટ થયાં પછી અંતિમવિધિ માટે વપરાતા લાકડાનો વપરાશ ચાલીશથી પચાસ ટકા જેટલો ઘટી જતા પર્યાવરણની જાળવણીમાં પણ મદદ મળશે.