અમરેલી જીલ્લામાં કમોતના જુદા જુદા બે બનાવો

અમરેલી,
અમરેલી જીલ્લામાં જુદા જુદા બે સ્થળોએ કમોતના બનાવો પોલિસ મથકમાં જાહેર થયા છે. જેમા ધારી તાલુકાના ઈંગોરાળા ડુંગરી ગામે સંજયભાઈ હિંમતભાઈ ચૌહાણ, ઉ.વ. 21 તામસી મગજ અને જડબુધ્ધીના તેમજ હઠીલા સ્વભાવનો હોય. જે છેલ્લા ત્રણેક માસથી માનસિક બિમાર હોય. જેની સારવાર ચાલુ હોય. તા. 15-1 ના સાંજના 8:30 વાગ્યે અનકભાઈ રાણીંગભાઈ પટગીર ધારીવાળાની વાડીએ આવેલ કુવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું પિતા હિંમતભાઈ પાતાભાઈ ચૌહાણે ચલાલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે .જયારે બીજા બનાવમાં લાઠી તાલુકાના હાવતડ ગામે રહેતા રાયમલભાઈ ભમરીયાસિંહ વસુનીયા ઉ.વ. 30 મુળ એમપી વાળા વાડીએ હતા ત્યારે તેમના છોકરાઓ દુર સુધી રમવા જતા છોકરાઓને ખીજાતા રાયમલભાઈના બાએ ખીજાવાની ના પાડતા તેની સાથે બોલાચાલી થયેલ હોય . જેથી પોતાના મનમાં લાગી આવતા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા મોત નિપજયાનું કનુભાઈ નાનસુભાઈ વસુનીયાએ દામનગર પોલિસ મથકમાં જાહેર કરેલ