ધારીના લેનપરામાં મઢમાંથી 65 હજારનાં છતરની ચોરી

અમરેલી,
ધારીનાં લેનપરામાં રૂડાણી પરિવારનાં મઢમાંથી રૂા.65 હજારનાં છતર ચોરી ગયાની ફરિયાદ થઇ છે આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ધારીના લેનપરામાં રૂડાણી પરિવારનું મઢ આવેલ છે તેમાં તા.15 ના રોજ બપોરનાં સુમારે કોઇ અજાણ્યા શખ્સો બારણાનાં નકુચા તોડી મઢમાં પ્રવેશ કરીને ચાંદીના છતર 80 કિં.35 હજાર અને સોનાના છતર 2 જેની કિં. 30 હજાર મળી કુલ રૂા.65 હજારના 82 છતર ચોરી ગયાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અજાણ્યા શખ્સો સામે પોલીસે ધોરણસર કાર્યવાહી કરી