સાવરકુંડલામાં સફાઇ ઝુંબેશમાં જોડાતા શ્રી કસવાલા

સાવરકુંડલા
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની આગેવાનીમાં ઉતાવળા હનુમાન મંદિર ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામા આવ્યું આ સફાઈ સફાઈ અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, જિલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા શહેર મહામંત્રી વિજય સિંહ વાઘેલા રાજુભાઈ નાગ્રેચા યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ તેમજ નગરપાલિકા ના ઉપપ્રમુખ ના પ્રતિકભાઈ નાકરાણી ,કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ સહિત નગરપાલિકાના વિવિધ ખાતા ના ચેરમેન શ્રીઓ નગરપાલિકા સદસ્યો સંગઠનના હોદ્દેદારો વિસ્તારના જાગૃત નાગરિકો આ સફાઈ અભિયાનની ઝુંબેશમાં હતા.