વડોદરામાં બોટ ઉંધી વળતા 13 બાળકો સહિત 15 ના મોત

અમરેલી,
વડોદરાનાં હરણી ખાતે આવેલ મોટનાથ તળાવમાં ધો.1 થી 5 નાં બાળકો ભરેલી બોટ ઉંધી વળી જતા બે શિક્ષકો અને 13 બાળકોનાં મોતથી દેશભરમાં હાહાકાર મચ્યો છે અને મુખ્યમંત્રી આ ઘટનાને પગલે વડોદરા દોડી ગયા છે વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કુલનાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ભરેલી બોટ ઉંધી વળતા બે શિક્ષકો અને 10 બાળકોને બચાવી લેવાયા હતા અને 13 બાળકો અને 2 શિક્ષકો ડુબી ગયા હતા જેમના મૃતદેહો બહાર કઢાઇ રહયા છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સંવેદના વ્યક્ત કરી મૃતકના પરિવારને રૂા. 2 લાખની સહાય અને ઘાયલને 50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરાઇ છે. વડોદરાની આ ઘટનાના ઘેરા પડઘા અમરેલી જિલ્લામાં પણ પડયા છે રાજુલા વિસ્તારના ધારાસભ્ય શ્રી હીરાભાઇ સોલંકી અને જિલ્લા ભાજપ આગેવાન શ્રી રવુભાઇ ખુમાણે જણાવ્યુ છે કે તાજેતરમાં વડોદરા ખાતે 15 ભૂલકાઓના તળાવમાં દુર્ઘટનાનો ભોગ બન્યા ત્યારે હવે આ વિસ્તારમાંથી પણ શિક્ષકો રાજુલા જાફરાબાદ પંથકમાંથી પણ ખૂબ જ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જાય છે ત્યારે હવે શાળાના જવાબદાર અધિકારીઓએ જે વિસ્તારમાં દરિયો કે પાણી હોય ત્યાં બાળકોને ન લઈ જવા જોઈએ કારણ કે વડોદરા ની ઘટના બાદ સમગ્ર દુ:ખની લાગણી વ્યક્ત કરીએ છીએ ત્યારે આ વિસ્તારમાંથી તો તાજેતરમાં ચાર પાંચ શાળાઓમાંથી હમણાં રજાઓમાં પ્રવાસ લઈ જવામાં આવે છે તે રોકની વિસ્તારમાં પ્રવાસ ન લઈ જવો જોઈએ ખાસ કરીને જંગલ અને વૃક્ષો દરિયા કિનારે કે ડેમ વિસ્તારમાં ન લઈ જવા માટે રવુભાઈ એ તમામ લાગતા વળગતી શાળાઓમાં આ નોંધ લે તેવી માંગણી કરી છે અને વડોદરા ની ઘટના પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. આ અંગે શ્રી સોલંકીએ જણાવ્યુ છે કે એક બાજુ આખા દેશમાં 22 તારીખે શ્રી ભગવાન રામ ઉત્સવમાં ભારે હર્ષને લાગણી હતી ત્યારે આવી મોટી દુર્ઘટના થતા સમગ્ર બાળકો મોતને ઘાટ ઉતરતા દુ:ખની લાગણી હું વ્યક્ત કરું છું અને આવી દુર્ઘટના ન બને તેવી પ્રભુ રામ પાસે હું પ્રાર્થના કરું છું અને પરિવારને સહન કરવાની શક્તિ પ્રભુ રામ શક્તિ આપે અને આવી દુર્ઘટનાનું ક્યારેય પુનરાવર્તન ન થાય તેવી પણ પ્રભુ શ્રીરામ પાસે હું પ્રાર્થના કરું છું અને રાત્રે જ ગૃહ મંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્થળ ઉપર તેમજ હોસ્પિટલે ગયા હતા અને પોલીસે પણ આ લોકોની ધરપકડ કરી છે અને સહાયની પણ સરકારે જાહેરાત કરી છે તેમ હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું.પુર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, વડોદરા બોટ ઉંધી પડતા નાના ભૂલકાઓના મોતને ઘાટ ઉતાર્યા છે તે અંગે અગાઉ પહેલા મરણના દાખલાઓ સાથે પ્રત્યાઘાત આપ્યો હતો કે તક્ષશિલા દુર્ઘટના સુરત – 22 બાળકોના મોત, મોરબી બ્રીજ દુર્ઘટના – 55 બાળકો સહિત 135 મોત, રંઘોળા અકસ્માત દુર્ઘટના – 36 મોત, વિવિધ લઠ્ઠાકાંડ – 100 જેટલા મોત, કાંકરીયા રાઈડ દુર્ઘટના – 2 બાળકો મોત, ભરૂચ હોસ્પિટલ આગ દુર્ઘટના – 18 મોત, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ – 8 મોત, ઉદય હોસ્પિટલ અગ્નિકાંડ – 6 મોત, અમદાવાદ-સુરત રાજકોટ મ્ઇ્જી અકસ્માત – 70થી વધુ મોત, રખડતા કૂતરા અને ઢોર – 100થી વધુ મોત, વડોદરા દુર્ઘટના – 12 બાળકોના મોત તેમજ નાના મોટા અનેક અકસ્માતોમાં કેટલા મોત થયા છે તે આંકડો તો જણાવી શકાય તેમ નથી. ગુજરાતની જનતાએ રોજ ઊઠીને મોતના આંકડાનો સરવાળો કરવાનો અને ભાજપવાળા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાતો કર્યા કરે. સરકારી ખજાનામાં તે મૃતકોને રકમ જાહેર કરે જે તમારા અને મારા ટેક્સના પૈસાની જાહેરાત છે અને રકમ જાણે પોતે આપતા હોય તેવા દેખાડા કરે હવે તો ભગવાન જ બચાવે તેમ શ્રી ઠુમરે જણાવ્યું