શ્રી કૌશિક વેકરીયાએ ચાડિયા-માળીલા રોડનું 111 લાખથી વધુના ખર્ચે મંજૂર થયેલ રીસરફેસીંગ કામનું ખાતમુહૂર્ત કર્યું

અમરેલી,
અમરેલી વિધાનસભામાં વિકાસકાર્યોની વણઝાર ચાલી રહી છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાકવાવ વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગુરૂવારે ચાડિયા-માળીલા રોડનું 111 લાખથી વધુના ખર્ચે રીસરફેસીંગ કામનું ખાતમુહૂર્ત થયું હતું. પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના અંદાજિત 3.5 કિલોમીટરના રસ્તાનું રીસરફેસીંગ કામ શરૂ થતા લોકોની સુખાકારીમાં વધારો થશે. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને મળેલી રજૂઆતો અન્વયે અમરેલીના અન્ય ગામોમાં પણ આગામી સમયમાં રોડ રસ્તાના કામો સંપન્ન થવાના છે. આ પેકેજ સાથે અમરેલીના ઈશ્વરીયા-ગીરીયા અને બાબાપુર-થોરડીના માર્ગના કામો પણ ટૂંક સમયમાં શરૂ થશે. ધારાસભ્ય બન્યા બાદ મતવિસ્તાર માટે સતત વિકાસકાર્યોને મંજૂર કરાવ્યા