ખાંભાના ત્રાકુડાની સીમમાં શ્યામ સ્ટોન ક્રશરમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી,
ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે સુરપીપળા નામની સીમ ખેતરમાં બનાવેલ શ્યામ સ્ટોન ક્રશરમાં તા. 16-1-24 ના 8:00 થી 10 દિવસ પહેલા કોઈપણ સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી ક્રશરના ઈલેકટ્રીક રૂમનો લોખંડનો દરવાજો ખેડવી અંદર આવેલ પેનલ બોર્ડ તોડી બોર્ડમાંથી પાવર સપ્લાયના કોપર ધાતુના વાયર 25 ફુટ લંબાઈ તથા એક ઈંચ જાડાઈના તેવા ત્રણ પાવર સપ્લાયના વાયર રૂ/.25,000 તથા પેનલ બોર્ડમાં લગાવેલ સ્ટાર્ટર સ્વીચ 4 નંગ રૂ/.10,000 તથા તેમાં લગાવેલ કોયલ ત્રણ નંગ રૂ/.3000 તેમજ સ્ટાર્ટરથી મોટર સુધી લગાવેલ સર્વિસ કેબલ વાયર 200 ફુટ રૂ/.7000, રૂમમાં રાખેલ બીડની ધાતુના ચકકર નંગ રૂ/.10,000, ઈલેકટ્રીક રૂમની બહાર ક્રોમટન કંપનીનું જનરેરટરના આગળના ભાગે લગાવેલ કોપરની મેગનેટ સર્કીટ રૂ/.10,000 તથા ક્રશરના કન્વીનર બેલ્ટ નીચે લોખંડની પ્લેટો મુકેલ હતી. તેમાંથી એક પ્લેટ 500 કિલોગ્રામ વજનની રૂ/.15,000 મળી કુલ રૂ/-86,000 ની માલમતા ચોરી ગયાની વિનુભાઈ ધીરૂભાઈ દુધાતે ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ