લીલીયા અને જાફરાબાદમાં વિજ ચેકીંગ

અમરેલી,
અમરેલી પીજીવીસીએલ ડિવીઝનની અમરેલી સર્કલના લીલીયા અને જાફરાબાદમાં ચેકિંગ ડ્રાઇવ યોજાતા 95 જોડાણોમાં રૂપિયા 14.75 લાખની ગેરરિતી પકડી પાડી હતી. આ ડ્રાઇવ અંગે જાણવા મળતી વિગત અનુસાર પીજીવીસીએલ દ્વારા પાવર ચોરી ઘટાડવા કોર્પોરેટ ડ્રાઇવનું અમરેલી-1 અને સાવરકુંડલા ડિવીઝન નીચે અમરેલી સર્કલમાં આવેલ લીલીયા અને જાફરાબાદમાં 42 ચેકિંગ ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 581 વિજ જોડાણો ચેક કર્યા હતાં. જેમાં રેસિડેન્સના 91 અને વાણીજયના 4 મળી કુલ 95 જોડાણોમાં રૂા.14.75 લાખની ગેરરિતી પકડી પાડી હતી. અને જરૂરી કાર્યવાહી કરી હોવાનું વિજસુત્રોએ જણાવ્યું છે. વીજ ચેકિંગ ટીમો પોતાની સિકયોરીટી સાથે અચાનક ત્રાટકતા પાવર ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. ડ્રાઇવ દરમિયાન કેટલાંક ઉંઘતા ઝડપાઇ ગયા