અયોધ્યા ઉત્સવ માટે અમરેલીનાં પ્રતાપપરામાં તડામાર તૈયારીઓ

અમરેલી,
22મી તારીખે 500 વર્ષ પછી આવેલા આનંદના અવસરે અને સનાતન ધર્મની પુન: ચડતીની સાક્ષી આપતા અયોધ્યાનાં પ્રતિષ્ઠા ઉત્સવમાં અમરેલી જિલ્લાના 100 જેટલા ગામોમાં ધ્ાુમાડાબંધ પ્રસાદનું આયોજન કરાયુ છે પરંતુ તેમાં અમરેલીના પ્રતાપપરામાં અનોખુ આયોજન થયુ છે.
પ્રતાપપરામાં 22 મી તારીખના ઉત્સવ માટે ગામની સફાઇ, મંદિરને રોશની, ધજા પતાકાથી શણગારાઇ રહયુ છે. તા.21 મી એ દિવા પ્રગટાવી રંગોળી સાથે મહાઆરતી થશે અને તા.22 મી એ ગામમાં વિશાળ શોભાયાત્રા સાથે અયોધ્યાના કાર્યક્રમનું એલઇડી ઉપર લાઇવ પ્રસારણ કરાશે અને પ્રતાપપરા ગામ સમસ્ત તથા આસપાસની સીમના દરેક મજુરો અને કામ કરનારાઓને સામુહિક પ્રસાદ લેવડાવવામાં આવશે. તેનાથી આગળ વધીને પણ એવો નિર્ણય કરાયો છે કે ગામની ગાયુને લીલુ અને દરેક અબોલ જીવને આ દિવસે ભોજન કરાવડાવુ. આ સમગ્ર કાર્યક્રમ માટે શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયાના નેતૃત્વમાં સરપંચ શ્રી ગુણાભાઇ સાવલીયા, શ્રીમતી ચેતનાબેન સાવલીયા, શ્રી રાજુભાઇ કાથરોટીયા, શ્રી છગનભાઇ ભુવા, શ્રી સુરેશભાઇ ભરવાડ, શ્રી રાજુભાઇ ભરવાડ, શ્રી રઘાભાઇ ભરવાડ, શ્રી મનુભાઇ પાંચાળા, શ્રી રમેશભાઇ રાઠોડ, શ્રી ભુપતભાઇ સતાસીયા, શ્રી બિપીનભાઇ ધાનાણી, શ્રી સંજયભાઇ ધાનાણી, શ્રી કેતનભાઇ કાથરોટીયા, શ્રી નિલેશભાઇ સાવલીયા, શ્રી પ્રકાશભાઇ કાથરોટીયા, શ્રી નટુભાઇ મેઘનાથી અને ગામ સમસ્ત દ્વારા તડામાર તૈયારીઓ