અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીએ મતદાન જાગૃતિ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

અમરેલી,
અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા તેમજ મતદાન પ્રક્રિયાની જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રીની કચેરીના માધ્યમથી ફાળવવામાં આવેલા ડિજિટલ રથને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ શુક્રવારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ રથને પ્રસ્થાન કરાવી અને ઈ.વી.એમ. અને વી.વી.પેટ મતદાન પ્રક્રિયાની જાગૃતિ માટે નિદર્શન અર્થે મૂકવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ નાગરિકોને પ્રોત્સાહિત કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં યોજનારી દેશની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ રથ જિલ્લાના વિવિધ મતવિસ્તારોમાં સમાવિષ્ઠ ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં નિયત રૂટ પર નિર્ધારિત સમય દરમિયાન પરીભ્રમણ કરશે. અમરેલી લોકસભામાં સમાવિષ્ટ મતવિસ્તારના નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવશે. સ્વસ્થ લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરી નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ