અમરેલી જિલ્લામાં સાંસદ ખેલ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે

અમરેલી
રાજ્યસભાનાં સાંસદ અને ભારત સરકારના કેબીનેટ મંત્રી અને અમરેલીના સપુત શ્રી પરશોતમ રૂપાલા દ્વારા અમરેલી જિલ્લાના રમતવીરોના રહેલી પ્રતિભાને સૌને પરિચય થાય અને કલાકારોમાં રહેલી સુક્ષત શકિતઓ બહાર લાવાના હેતુથી અમરેલી જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન થયુ હતુ આ કાર્યક્રમ મદદ કાર્યાલયના કન્વીનર અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા તથા રમત ગમત અધિકારી શ્રી પુનમબેન અને જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર તથા શ્રી કેતન કાનપરીયા, શ્રી કાંતીભાઇ વામજાની ટીમ દ્વારા યોજાઇ રહયો છે. આ સ્પર્ધાનો શુભારંભ એનસીયુઆઇના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ પદે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા ઉદઘાટન કરશે અને તેમાં મુખ્ય મહેમાન પદે શ્રી ભરતભાઇ સુતરીયા, શ્રી બિપીનભાઇ લીંબાણી, શ્રી કિશોરભાઇ કાનપરીયા અને અતિથિ વિશેષ પદે કલેકટરશ્રી અજય દહિંયા, ડીડીઓશ્રી દિનેશ ગુરવ, એસપીશ્રી હિંમકરસિંહની ઉપસ્થિતિમાં તા.21ને રવિવારે સવારે 9 કલાકે શાંતાબા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે અમરેલી તાલુકા કક્ષાએ સ્પર્ધાઓનો શુભારંભ સાથે ડીઇઓ અને ડીપીઓના માર્ગદર્શનમાં શાંતાબા મેડીકલ કોલેજ ઓડિટોરીયમ હોલ ખાતે સ્પર્ધા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત વિકાસ અધિકારી અને અમરેલી મદદ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ થઇ રહી છે.