ઝાંઝરડા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે રૂપીયા 3.48 લાખની મત્તાની ચોરી

અમરેલી
રાજુલાના ઝાંઝરડા ગામે રહેણાંક મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ.3.48 લાખના સોનાના આભૂષણો તથા નજીવી રોકડ રકમની ચોરી કરીને લઈ ગયા હતા. ધોળા દિવસે લાખોની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રાજુલાના ઝાંઝરડા ગામે ચારોડીયા રોડ પર આવેલા નાથાભાઇ લાખાભાઇ લાખણોત્રા ઉ.વ.42 ધંધો.ખેતીના મકાનમાં દિવસ દરમ્યાન ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તેના રૂમનુ તાળુ તોડી રૂમમા રાખેલ કબાટનું બારણુ તોડી તેમાં રાખેલ સોનાનો હાર આશરે સાડા ત્રણ તોલા જેની આશરે જુની કી.રૂ.1,80,000, સોનાના માથામા પેરવાના ટીકા નંગ-02 આશરે 06 ગ્રામ જેની જુની કી.રૂ.20,000, સોનાની બુટી જોડ 2 આશરે 7 ગ્રામ જેની આશરે જુની કી.રૂ.21,000, સોનાના વેઢલા (કરડા) નંગ 04 આશરે બે તોલા જેની જુની કી.રૂ.50,000, સોનાની વીટી નંગ 02 આશરે 06 ગ્રામની જેની જુની કિ.રૂ.12,000, સોનાની કાનની કડી જોડ 3 આશરે 08 ગ્રામની જેની જુની કિ.રૂ.15,000, સોનાની ગળાની માંદરડી આશરે 03 ગ્રામ જેની કિ.રૂ.8000, ચાંદીનો કેડનો કંદોરો નંગ 01 આશરે 200 ગ્રામ કિ.રૂ.2,500, ચાંદીની ઝાંઝરી બે જોડી આશરે 200 ગ્રામ કિ.રૂ.2500, ચાંદીના હાથના છાપડા તથા પગના બોરીયા 01 જોડ તથા ચાંદીનુ કડુ તથા ચાંદીની લકી આશરે 150 ગ્રામ કિ.રૂ.2000 રોકડા રૂપીયા 35,000/- એમ કુલ કિ.રૂ.3,48,000ની ચોરી કરી લઇ ગયાની પોલીસ મથકમાં