કુંકાવાવ સરપંચ સામે સ્થાનિક પરિણીતા દ્વારા દુષ્કર્મની ફરિયાદ

વડિયા,
અમરેલી વિધાનસભા સીટ ના એપી સેન્ટર તરીકે ગણાતા કુંકાવાવ માં સરપંચ તરીકે નિવૃત ફોજી સંજય લાખાણી એ સુકાન સંભાળ્યા બાદ અનેક વિકાસ કામો થી સમગ્ર પંથક માં તે એક યુવા જાગૃત સરપંચ તરીકે ખ્યાતિ પામતા જોવા મળ્યા હતા સાથે ટૂંકા સમય ગાળામાં તેઓ અનેક વિવાદોમાં પણ સંપળાતા તેના વિવાદો અને તેમની વિરુદ્ધની પોલીસ ફરિયાદો વારંવાર ચર્ચાનો વિષય બનતી જોવા મળી રહી છે. હાલ તારીખ 20/01ના રોજ કુંકાવાવ ના જ એક બ્યુટીપાર્લર સંચાલક દ્વારા વર્તમાન સરપંચ દ્વારા ભૂતકાળમાં ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરીને પરિણીતાને મળવા બોલાવીને તારીખ 01/09/2022ના રોજમાં ધારીના લાયન રિસોર્ટ ખાતે લઇ જઈ દુષ્કર્મ આંચરી પરણીતાના બિભત્સ ફોટા અને વિડિઓ ઉતારી તેને વાઇરલ કરી આપવાની અને પરણીતાના પતિને મોકલી આપવાની ધમકીઓ આપી ફરી તારીખ 20/12/2023ના રોજ રાજકોટની કાય હોટેલમાં લઇ જઈ દુષ્કર્મ કર્યાની ફરિયાદ કુંકાવાવના એક બ્યુટીપાર્લરના ધંધા સાથે સંકળાયેલા પરણીતાએ વડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા કુંકાવાવ સરપંચ સંજય લાખાણી વિરુદ્ધ કલમ 376, 376(2),504,506(2) અને ્ંૈ એક્ટ ની કલમ 66(ી )67(છ ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ હાલ આ ઘટનાની તપાસ સાઇબર ક્રાઇમ ના પીઆઇ ટી એચ પટેલ ચલાવી રહ્યા છે હજુ આ દુષ્કર્મ ના આરોપી એવા સરપંચ પોલીસ પકડ થી દૂર ફરાર હોય તેવુ સામે આવી રહ્યું છે. વર્તમાન જાગૃત સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હાલ કુંકાવાવ માં આ ચર્ચાએ જોર પકડ્યું છે અને કુંકાવાવ ના રાજકારણ માં લોકસભા ચૂંટણી પેહલા જ ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે આ કેસ આવનારા સમય માં કુંકાવાવ ના રાજકારણને કઈ દિશા તરફ લઇ જશે તે તો આવનારો સમય જ બતાવશે.