રાજ્ય સરકારના વર્ગ 3 અને 4 ના સંવર્ગમાં સીધી ભરતીથી નિમણુંક પામેલ કર્મચારીનાં ફીક્સ પગારમાં સુધારો કરાયો

અમરેલી,
રાજ્ય સરકારના વર્ગ 3 અને 4 માં સીધી ભરતીથી નિમણુંક પામેલ કર્મચારીઓના ફીક્સ પગારમાં સુધારો કરેલ છે સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફીક્સ પગારમાં સુધારો કરેલ છે તે મુજબ 16,224 સામે 21,100 અને 19950 સામે 26 હજાર, 31,340 સામે 40,800 અને 38,090 સામે 49,600 પગાર અપાશે. તેવો પરિપત્ર શિક્ષણ વિભાગે બહાર પાડયો