અમરેલી જિલ્લા બજરંગ દળ ગૌરક્ષક સમિતીના અધ્યક્ષ પદે શ્રી રાજેન્દ્ર ધાખડાની વરણી કરાઇ

અમરેલી,
અમરેલી જિલ્લા બજરંગ દળ ગૌરક્ષક સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી રાજેન્દ્ર ધાખડાની વરણી કરવામાં આવી હતી. વિશ્ર્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી ઇતેશ મહેતા અને જિલ્લા બજરંગ દળના અધ્યક્ષ શ્રી વિદુર ડાબસરા દ્વારા કરવામાં આવેલ આ વરણીને સર્વેએ આવકારી હતી. આ પ્રસંગે ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણી, નાયબ દંડકશ્રી કૌશિકભાઇ વેકરીયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, સારહિ કલબના શ્રી મુકેશભાઇ સંઘાણી, શ્રી ભગીરથભાઇ ત્રિવેદી, શ્રી મનિષભાઇ સંઘાણી , શ્રી તુષારભાઇ જોષી, શ્રી મેહુલભાઇ ધોરાજીયા, પાલિકા પ્રમુખશ્રી બિપીનભાઇ લીંબાણી, શ્રી દિલાભાઇ વાળા, શ્રી મનીષભાઇ ધરજીયા, શ્રી શનિભાઇ ડાબસરા અને વિશ્ર્વ હિન્દુ પરિષદના શ્રી રશ્ર્મિનભાઇ ત્રિવેદી, શ્રી પ્રકાશભાઇ રાજગોર, શ્રી અશોકભાઇ તનવાણી, શ્રી પ્રતાપસિંહ રાઠોડ, શ્રી વિજયભાઇ દેસાઇ, શ્રી જતિનભાઇ શેઠ, શ્રી કૃષાણભાઇ વ્યાસ બજરંગ દળના જિલ્લા ઉપપ્રમુખશ્રી અશ્ર્વિનભાઇ વાઢેલ, શ્રી જીગીસુ મહેતા, શહેર સંયોજક શ્રી મહાવીરભાઇ વિંછીયા, શ્રી કેતનભાઇ મહેતા, શ્રી સુમિતભાઇ સિંધવ, શ્રી નિકુંજભાઇ કાકરેચા, શ્રી ધુ્રવભાઇ ગડાધરા, શ્રી મયુભાઇ જેઠવાએ ઉપસ્થિત રહી શ્રી રાજેન્દ્ર ધાખડાની વરણીને આવકારી શુભકામના પાઠવી