ચમારડીમાં રૂા. 1.16 કરોડના ખર્ચે બની રહેલા સુવિધા પથની મુલાકાતે પૂર્વ ધારાસભ્યશ્રી ઠુંમર

બાબરા,
લાઠી બાબરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વર્ષ 2020-21 માં ચમારડી, વલારડી, ધુધરાળા, સુખપુર, જીવાપર ગામોમાં અંદાજીત 4.50 કરોડના ખર્ચે સુવિધાપંથ મંજૂર કરાવેલ હતા જેની કામગીરી શરૂ થતા ચમારડી અને વલારડી રોડનું જાત નિરીક્ષણ કર્યુ પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કોન્ટ્રાક્ટરને કામગીરી સારી ગુણવત્તા સાથે કરવા સૂચન કર્યુ તેમજ તેમના કારીગર દરમિયાન લાઠી બાબરાના નોન પ્લાન રસ્તાઓ જેવા કે ચમારડી ઘુઘરાણા હાથીગઢ અમરવાલપુર તેમજ અન્ય અને બીજા નાળા પુલિયા તેમ સુવિધા પથ અન્ય એસારના કામો તેમજ રાજ્ય ધોરીમાર્ગના કામો અન્ય આયોજન અને જુદી જુદી ગ્રાન્ટના કામો તાત્કાલિક શરૂ કરવા રસ્તાઓ જે મંજુર થયા છે તે તાકીદે શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી હતી સાથે આ તકે કોગ્રેસના તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય કુલદીપભાઈ બસિયા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા, લખુભાઈ બસિયા,લાલભાઈ બસિયા વશરામભાઈ મકતપરા નટુભાઈ મકતપરા ભવનભાઈ અસલાલીયા સહિત ગામના આગેવાન ઉપસ્થિત રહ્યા