આજે અમરેલીમાં એક શામ દેશ કે નામ કાર્યક્રમ

અમરેલી,
લાઇટ સાઉન્ડ ડેકોરેટીવ ઇવેન્ટ અમરેલીમાં સૌ પ્રથમ વાર ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સીનીયર સિટીઝન પાર્ક ખાતે રાત્રે-8:30 કલાકે સારહી યૂથ ક્લબ ઓફ અમરેલી તથા નગર પાલિકા અમરેલી દ્વારા દેશભક્તિનો રંગારંગ કાર્યક્રમ જેમાં દેશભક્તિ ધમાકેદાર કૃતિઓ,અમિત વાઘેલા-અભય-જશપાલ બેન્ડ પ્રસ્તુત શ્રી ક્રિષ્ના ઇવેન્ટ દ્વારા દેશભક્તિના ગીતો સારહી યૂથ ક્લબ ઓફ અમરેલીના સેવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે થશે.આપણા ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ અમરેલી શહેરમાં દેશભક્તિના માહોલ આ કાર્યક્રમ દ્વારા થશે.આ કાર્યક્રમમાં પધારવા અમરેલીની રાષ્ટ્રપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ સારહી યૂથ ક્લબના પ્રમુખ શ્રી મુકેશ સંઘાણી અને નગરપાલિકાના પ્રમુખશ્રી બિપિન લિંબાણી દ્વારા પાઠવવામાં આવે છે