અમરેલી સહિત રાજ્યભરમાં આજે યુવા સંમેલનો યોજાશે

અમરેલી,
ભાજપ દ્વારા નિર્ધારીત થયેલા કાર્યક્રમો મુજબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક સાથે લોકસભા મત વિસ્તારોમાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયોનાં ઉદ્દઘાટન બાદ યુવા ભાજપને પ્રોત્સાહિત કરવા ભાજપ દ્વારા કાર્યક્રમો જાહેર થયો છે. તે મુજબ આજે અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં યુવા ભાજપનાં સંમેલનો ઠેર ઠેર મળનાર છે. યુવા ભાજપનાં આ સંમેલનોમાં 18 થી 25 વર્ષનાં નવા અને યંગ મતદારોને પ્રોત્સાહિત કરવા સંમેલન દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરનાર છે. આ અંગે ગુજરાત પ્રદેશ યુવા ભાજપનાં મંત્રી અને અમરેલી જિલ્લા યુવા ભાજપનાં પ્રભારી શ્રી જય શાહ અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી ચેતનભાઇ શિયાળ તથા મંત્રી શ્રી કિશનભાઇ શીલુ તથા શ્રી મૌલિકભાઇ ઉપાધ્યાયએ અવધ ટાઇમ્સ દૈનિકની રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આજે અમરેલી જિલ્લામાં 10 સ્થળોએ એટલે કે, એક વિધાનસભા મત વિસ્તારમાં બે યુવા સંમેલનો બોલાવાશે. જિલ્લામાં અમરેલી, બાબરા, લાઠી, રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, લીલીયા, ધારી અને બગસરામાં આજે સવારે 10:30 થી 12:30 દરમિયાન યુવા સંમેલનો યોજાશે. અંદાજે એક સંમેલન દીઠ 10 હજાર નવા યુવાનો કે જે પ્રથમ વખત મતદાન કરનાર છે. તેવા દેશનાં આઠ કરોડ યુવાનો ખાસ કરીને ગુજરાતમાં 10 હજાર લેખે 364 સંમેલનો યોજી નવા મતદારોને આકર્શીત કરાશે. અત્યારથી જ દરેક વિધાનસભા મત વિસ્તારમાં ત્રણ થી ચાર હજાર યુવાનોનું રજીસ્ટ્રેશન પણ થઇ ચુક્યું છે. આ સંમેલનોમાં સ્થાનિક ધારાસભ્યો ઉપરાંત પદાધિકારીઓ અને યુવા ભાજપનાં આગેવાનો સંબોધન કરશે. દેશમાં 27,685 નવા મતદારો વિધાનસભા દીઠ નોંધાયા છે. તેને પ્રોત્સાહક બળ પુરૂ પાડવા અને પ્રથમ વખત મતદાન કરનાર છે ત્યારે આજે રાષ્ટ્રિય મતદાતા દિવસ નિમિતે ઉજવણી સાથે પ્રોત્સાહિત કરાશે. તેમ શ્રી જય શાહ, શ્રી ચેતન શિયાળ, શ્રી મૌલિક ઉપાધ્યાય, શ્રી કિશન શીલુએ જણાવ્યું હતું. દરમિયાન વધ્ાુમાં એવું પણ જણાવ્યું હતું કે, વિધાનસભા વિસ્તાર દીઠ યુવા ભાજપનાં આગેવાનોએ મંડલ કક્ષાએ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો અને કાર્યક્રમની હાઇલાઇટ આપી