સાવરકુંડલામાં આજે ગાંધી ધર્મશાળામાં શ્રી ધીરૂબાપા રૂપારેલ વીંગ નામકરણ

સાવરકુંડલા,
સાવરકુંડલામાં મહાત્મા ગાંધી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલીત મહાત્મા ગાંધી અતીથી ભુવનમાં આજે તા.30 મંગળવાળ સવારે 10:00 કલાકે સંસ્થાના પાયાના સેવાર્થીઓ શ્રી અમુલખભાઈ ખીમાણી,શ્રી હીરાભાઈ મગીયા,શ્રી હર્ષદરાય ત્રીવેદી, શ્રી ગીરધરભાઈ વાટલીયા, શ્રીભાનુપ્રસાદ ત્રીવેદી, શ્રી ધરમશીભાઈ આંબલીયા,શ્રી પરમાનંદદાસ રવાણી, શ્રી જગજીવનભાઈ દોશી, શ્રીઅમૃતલાલ ગાંધી, શ્રી વિનયચંદ સંઘવી,શ્રી છગનલાલ સંઘવી,શ્રી છબીલદાસ ગાંધી ની સ્મૃતીમાં નવીનીકરણ થયેલ 12 રૂમોનું નામાંભીકરણ કરાશે. સંસ્થાનું જતન કરનાર શ્રી ધીરૂબાપા રૂપારેલની સેવાઓને આદર કરવા લોકાર્પણ થઈ રહેલા રૂમોના વિભાગને શ્રી ધીરૂબાપા રૂપારેલ વીંગ નામકરણ કરાશે. ડો.દિપકભાઈ લલુભાઈ શેઠ ના પ્રમુખ સ્થાને ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે લોકાર્પણ નામકરણ અને તકતી અનાવરણ કરાશે. અતીથી વિષેશ પદે શ્રી અરૂણભાઈ દવે, શ્રી હિંમતભાઈ ગોડા,ડો.રાજેન્દ્ર ખીમાણી, શ્રી મંદાકીનીબેન પુરોહીત,શ્રી દિપકભાઈ માલાણી, શ્રી પ્રફુલભાઈ મગીયા, શ્રીમતી ઉષાબેન રાજા, શ્રીરાજેશભાઈ વસાણી ઉપસ્થિત રહેશે.પુ.શ્રી.વલકુબાપુ અને પુ.શ્રી.ભક્તિરામબાપુ આર્શીવચન પાઠવશે. તેમ ડો.નલીનભાઈ ધોળકીયા,શ્રી જગુભાઈ વાળા,શ્રી જનકભાઈ ઉપાધ્યાય,શ્રી પ્રકાશભાઈ વડેરાએ જણાવ્યું