બાબરાના કરીયાણામાં ચોર ચાર લાખની મતા ચોરી ગયા

અમરેલી,
બાબરા તાલુકાના કરીયાણા ગામે તા. 26-1 ના બપોરના સંજયભાઈ લાલજીભાઈ ઉ.વ. 23 તથા તેમના ઘરના સભ્યો વાડીએ જમવા માટે ગયેલ હતા. ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમના દરવાજાનું તાળુ નકુચામાંથી તોડી રૂમમાં રાખેલ તીજોરીનો દરવાજો ખોલી અંદર લોકર તોડી લોકરમાં રાખેલ રોકડ રૂ/.1,30,000 , સોનાનો હાર બુટી સાથેનો 54.500 ગ્રામનો રૂ/.2,41,100 તથા સોનાની વીંટી , કેડે બાંધાવાન કંદોરા, તથા સોનાનો ઓમકાર મળી રૂ/.9000 મળી કુલ રૂ/. 3,80,000 ની માલમતાની ચોરી કરી ગયાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ