સુરતમાં રૂપિયા ચાર લાખની રોકડ પરત કરનારનું સન્માન કરતા શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયા

અમરેલી,
યોગીચોક, પ્રમુખછાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી ઘરનું મકાન લેવા માટે પોતાના ઘરેણા વેચીને રૂપિયા લાવતા હતાં ત્યારે કમનસીબે રસ્તામાં 4 લાખ રૂપિયા પડી ગયા હતા.
જે મહાલક્ષ્મી સોસાયટી, યોગીચોક ખાતે ભાડાના મકાનમાં રહેતા પૂજ્ય પાંડુરંગદાદા સ્વાધ્યાય પરીવાર સાથે જોડાયેલા શ્રી મુકેશભાઈ તળાવીયા (ગામ : ઢસા-આંબરડી) ને મળ્યા અને તેમણે પ્રસંગમાં વતન જવાનું કેન્સલ કરી કોઈના ગુમ થઈ ગયેલાં પૈસાનું દુ:ખ સમજ્યા અને માનવતા દાખવીને આ રૂપિયા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની હાજરીમાં મૂળ માલિક અશોકભાઈને પરત કર્યા.સંવેદનશીલ અને લાગણીસભર અભિગમથી પ્રેમ, સદભાવના, કરુણા અને તંદુરસ્ત સમાજના નિર્માણ થકી રામરાજ્યને સાર્થક કરતો દાખલો બેસાડવા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પોતાના મતક્ષેત્રનાં પરિવાર પ્રત્યે પ્રજાવત્સલ દાખવી આ પરિવારનું સાલ ઓઢાડીને સન્માન કર્યું