રાજુલાની નિ:શુલ્ક હોસ્પિટલમાં બીજા માળે દિપડો આવી ગયો

અમરેલી ,
અમરેલી જિલ્લામાં દીપડાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે છે સાથે સાથે માનવ વસાહત વચ્ચે વધારે અવર જવર અને વસવાટ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે ગમે ત્યારે કોઈ પણ ઘટના બની શકે છે આજે વધુ એક વખત દીપડો આવી ચડ્યો હતો રાજુલા શહેર નજીક છતડીયા નજીક શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિ:શુલ્ક હોસ્પિટલ બની રહ્યું છે હજુ કામગીરી ચાલી રહી છે તે બિલ્ડીંગના બીજા માળે દીપડો રૂમ અંદર આવી બેસી ગયો હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીને જાણ કરતા તાત્કાલિક રાજુલા રેન્જ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પોહચી દીપડાને બહાર કાઢતા દીપડો બહાર નીકળી નાચી છૂટ્યો હતો દીપડાનું લોકેશન લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે દીપડા ઓ સતત અવર જવર કરી રહ્યા છે.સમગ્ર અમરેલી જિલ્લામાં રેવન્યુ અને માનવ વસાહત ગામડાઓ શહેરી વિસ્તાર સુધી દીપડાઓ અવર જવર કરી રહ્યા છે જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા ખાંભાના ગઢીયા ગામ નજીક ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતા ઇજાઓ કરવામાં આવી હતી વનવિભાગ દ્વારા ગણતરીની કલાકોમાં દીપડાને પાંજરે પુરી દીધો હતો