અમરેલી જિલ્લાના ખેડુતોને રડાવતી ડુંગળીની નિકાસબંધી

મહુવા,
મહુવા યાર્ડમાં રવીવારે ડુંગળીની હોબેશ આવક થતા યાર્ડની આસપાસના બીજા ખેતરો રાખી તેમા ડુંગળી ઉતારવામાં આવીે છે અને હાલની સ્થિતિ એવી બનીે છે કે, યાર્ડમાં એક જ દિવસમાં છ લાખ થેલી ડુંગળીની આવક થઇ છે જેમા સૌથી વધ્ાુ, ધારી, રાજુલા અને સાવરકુંડલાનો સમાવેશ થાય છે.તેની સામે ભાવ જાળવી રાખવા માટે રોજ75હજાર થેલીની હરરાજી કરવામાં આવી રહી છે.આવા સંજોગોમાં મહુવા યાર્ડના ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ પટેલે તાત્કાલીક કાંદાની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવવા માટે સરકારને રજુઆત કરી છે.ખેડુતો પોતાના પરિવારના ભરણ પોષણ માટે પણ ડુંગળી ઉગાડે છે માત્ર લોકોને સસ્તી ખવડાવવા માટે નહી. તેમ જણાવી મહુવા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ પટેલે વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલને પત્ર પાઠવી જણાવ્યુ છે કે કેન્દ્ર સરકાર દ્વારા તા.8-12-23ના તત્કાલ અસરથી કાંદાની પરદેશ નિકાસ પ્રતિબંધ મુકેલ હતો. જેના કારણે ભાવો પછીના સપ્તાહમાં અડધા થઇ ગયેલ હતાં. જે હવે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં આવકો વધતા ભાવો નિકાસ બંધી વખતે હતાં તેના 25 ટકા જેટલા થઇ ગયા છે. મહુવા યાર્ડમાં તા.28-1-24ના 4 લાખ થેલીની આવક થયેલ અને ભાવ માત્ર 20 કિલોના 100 થી 200 રૂપિયાનીે અંદર આવી ગયેલ છે. જેથી મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ દ્વારા નિકાસ છુટ આપવા વાણિજય મંત્રી શ્રી પિયુષ ગોયેલને તેમજ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી હતી. ડુંગળી પકવતા ખેડૂતોને નુકશાનીથી બચાવવા માંગ કરી છે. તેમણે શ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, શ્રી મનસુખભાઇ માંડવીયા, શ્રી પરશોતમ રૂપાલા, શ્રી રાઘવજી પટેલ, શ્રી નારણભાઇ કાછડીયા, શ્રી ભારતીબેન શિયાળ, શ્રી દિલીપ સંઘાણી, શ્રી રમેશ ધડુક, શ્રી કૌશીક વેકરીયા, શ્રી શીવાભાઇ ગોહીલ અને શ્રી મહેશ કસવાલાને પણ દરમિયાનગીરી કરવા અનુરોધ કર્યો