ભાજપની રાષ્ટ્રિય પરિષદનાં સભ્ય પદે શ્રી દિનેશ પોપટની વરણી

અમરેલી,
ભાજપનાં પાયાનાં કાર્યકર અને પુર્વ જિલ્લા પ્રમુખ તથા રઘુવંશી સમાજનાં ગૌરવ એવા શ્રી દિનેશ પોપટની ભાજપનાં રાષ્ટ્રિય પરિષદનાં સભ્ય પદે વરણી થઇ છે. અમરેલી લોકસભા વિસ્તારમાંથી ભાજપની નેશનલ કાઉન્સીલ મેમ્બર તરીકે શ્રી દિનેશ પોપટની વરણી થતા શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની યાદીમાં જણાવ્યા અનુસાર ભાજપની નેશનલ કાઉન્સિલ 2024નાં મેમ્બર પદે અમરેલી પાર્લામેન્ટ કન્સલ્ટન્સીમાંથી શ્રી દિનેશભાઇ પોપટની વરણી કરવામાં આવી છે. ભાજપનાં કાર્યકરોમાં દિનેશબાપાનાં નામે પ્રિય એવા શ્રી દિનેશ પોપટ ગત લોકસભાની ચુંટણીમાં ચુંટણી પ્રચાર દરમિયાન ઇજાગ્રસ્ત થવા છતા પણ પ્રચાર પ્રસારમાં વ્યક્ત રહ્યાં