અમરેલી જિલ્લા સૈનિક બોર્ડની વર્ષ 2024ની પ્રથમ બેઠક મળી

અમરેલી,
અમરેલી બીએપીએસ મંદિરના સભાહોલમાં તા.28-1ના જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સૈનિક બોર્ડની વર્ષ 2024ની પ્રથમ મિટીંગ મળી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભુતપુર્વ સૈનિકો તેમજ દિવાગંત સૈનિકોની ધર્મપત્નીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં અમરેલી જિલ્લાના નિવૃત સૈનિકો તેમજ વીર નારીઓ (દિવાગંત સૈનિકોના વિધવાઓ)ના પ્રશ્ર્નોને સાંભળી કલેકટરશ્રી તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારીશ્રી કમાન્ડર પવનકુમાર દ્વારા તમામ પ્રશ્ર્નોનું સત્વરે નિરાકરણ લાવવા બાંહેધરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી ડિફેન્સ વેટરન્સ ઓર્ગનાઇનના ઉપ પ્રમુખ શ્રી હરેશભાઇ તિતોસા તેમજ સ્વ.શહિદ મનિષભાઇ મહેતાના મોટાભાઇ શ્રી પ્રકાશભાઇ મહેતા દ્વારા અથાક પ્રયત્નો કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન: વસવાટ કચેરીના મહિલા કલ્યાણશ્રી વ્યવસ્થાપક રેખાબહેન દુદકીયા, શ્રી દુદકીયા, શ્રી રમેશચંદ્ર ડાંગર, શ્રી ગજેન્દ્રસિંહ ચાવડા, શ્રી વિજયભાઇ ખોખર ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં અમરેલી શહેરના ઉદ્યોગપતિઓ શ્રી રોહિતભાઇ ચોવટીયા સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ, શ્રી અશોકભાઇ લીંબાસીયા, ભારત ટ્રેડિંગ કુ. અમરેલી, શ્રી જતિનભાઇ કોરાટ રવિ ઇન્ડસ્ટ્રીઝ અમરેલી, શ્રી ધવલભાઇ કાબરીયા જય સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ લાલાવદર, શ્રી દિનેશભાઇ ભુવા શીતલ આઇક્રીમ અમરેલી દ્વારા અનુદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવામાં સહભાગી બન્યા હતાં. તેમ તરૂણભાઇ શુકલ ભારતીય રક્ષા વિષેશજ્ઞ સંસ્થાન પ્રમુખ અમરેલીની યાદીમાં જણાવાયું