બગસરામાં સિવિલ હોસ્પિટલના કામમાં લોલમલોલ

બગસરા,
બગસરા માં એક અદ્યતન સિવિલ હોસ્પિટલ નું નિર્માણ થઇ રહ્યું છે જે 4.75 કરોડ જેવા ખર્ચે બની રહી છે આ કામ નો કોન્ટ્રાક્ટ રવિ કન્સ્ટ્રકશન અમદાવાદ ને આપવામાં આવ્યો છે ત્યારે બગસરા ની જનતા માટે ખૂબ ખુશી ની વાત છે પરંતુ આ ચાલી રહેલ કામ માં પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવું એક જાગૃત નાગરિક દ્વારા કહેવામાં આવ્યું છે જ્યારે આ હોસ્પિટલ માં ચાલી રહેલ કામમાં ઈંટો સિમેન્ટની બનાવીને વાપરવાની હોય છે ત્યારે તે ઈંટોને બરાબર રીતે પકાવી ત્યારબાદ તેનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ને ત્યાં ઈંટો બનાવીને તત્કાલ ઉપયોગમાં લઇ લેવામાં આવે છે અને પાણી પણ પૂરતા પ્રમાણમાં પીવડાવવામાં આવતું નથી તેમજ રેતી પણ નબળી ગુણવત્તાની વાપરવામાં આવે છે તેમજ લોખંડ નો પણ ઉપયોગ એ ટેન્ડરમાં આપેલો છે તેના કરતાં ઓછું લોખંડ પણ વાપરવામાં આવે છે આટલો મોટો ભ્રષ્ટાચાર હોવા છતાં શું તંત્ર આંખ આડા કાન કરીને બેઠો છે કે પછી આ ભ્રષ્ટાચારમાં તંત્ર પણ ભાગીદાર છે કે શું ? તેવા લોકો માં સવાલો ઉઠી રહ્યાં છે જ્યારે આ બાબતે કોન્ટ્રાકટર પૂછતા તેમણે જણાવેલ કે અને બધું બરાબર વાપરીએ છીએ પરંતુ લોકો કહેવા મુજબ આ કોન્ટ્રાક્ટર દ્વારા લોલમ લોલ કામગીરી ચાલી રહી છે અને નબળી ગુણવત્તાની રેતી તથા લોખંડ પણ પૂરતા પ્રમાણમાં વાપરતા નથી અને ઈંટો તો જાણે નાના બાળકો ઘર ઘર રમતા હોય તેમ તત્કાલ બનાવીને ઉપયોગ કરે છે તો તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી