અમરેલી બાલભવનનાં ત્રણ બાળકો રાષ્ટ્રિય સ્તરે ઝળક્યાં

અમરેલી,
અમરેલી બાલભવનનાં ત્રણ બાળકો અને ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ત્રિવેદી રાષ્ટ્રિય યંગ એન્વાયરમેન્ટાલીસ્ટ કોન્ફરન્સ આ વર્ષે જુનાગઢ મુકામે હતી. આ કોન્ફરન્સનો આ વખતનો વિષય પ્લાસ્ટિ પોલ્યુશન હટાવવાનો હતો. તે અંગે અમરેલી બાલભનનાં બાળકોએ દોરાયેલા ચિત્રોએ રાષ્ટ્રિય સ્તરે પ્રથમ આવતા બાલ ચિત્રકાર ખેલન સોનેજીને રાષ્ટ્રિય સ્તરે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. જ્યારે બીજા બાળક કિર્તન કાલેણા અને તરંગ દોમડીયાએ પ્લાસ્ટિક હટાવવા ઉપર પેપર રજુ કરી ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેમ વેસ્ટ ઝોનમાં તૃતીય ક્રમ લઇ રાષ્ટ્રિય લેવલે ઝળક્યાં હતાં. આ બધાનો શ્રી અમરેલી બાલભવન અને માર્ગદર્શક દિનેશ ત્રિવેદીને જાય છે. આપણી ભુલાતી કલા, બાંધણી કલાને ઉજાગર કરવા માટે ભારતનાં તમામ બાળકોને અમરેલી બાલભવનનાં કલાકાર દિનેશ ત્રિવેદીએ બાંધણીની માહિતી આપી બાંધણી શિખવી હતી. દરેક બાળા આ કલાને શીખી પોતાનાં નમુનાઓ પોતાનાં રાજજ્યોમાં લઇ ગયાં છે. આ તબક્કે અમરેલી બાલભવનનાં ટ્રસ્ટી જવાહરભાઇ મહેતાએ એક દિવસની મુલાકાતે આવી બાળકોને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. બાળકોને મળેલા મોમેન્ટો, સર્ટીફીકેટની અન્ય સામગ્રી મેળવી બાળકો, વાલીઓ અને શાળાએ ખુશી વ્યક્ત કરી