ચિતલમાં નાગબાઇ માં ના મંદીરે પુજારીનાં રૂમમાં આગ લાગી

અમરેલી,
તારીખ : 01/02/2024 સમય : સવારે 08:20 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના ચીતલ ગામ ખાતે નાગબાઇમાં નાં મંદિર ખાતે પુજારીનાં રૂમમાં આગ લાગવાની ઘટના બનેલ તેના અનુસંઘાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ. તથા આ સંપૂર્ણ ઘટના મા કોઈ જાન હાની થયેલ નથી.કામગીરી કરનાર ફાયર સ્ટાફ:- 1 ત્વિક ભાઈ ભીમાણી ર. જયવંત સિંહ પઢીયાર 3. જયદીપભાઇ ઈસોટીયા એ મુખ્ય ભૂમિકાઓ ભજવી