અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ચાર કમોતના બનાવો

અમરેલી,
અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ચાર કમોતના બનાવો પોલિસ મથકોમાં નોંધાયેલ છે. જેમા સાવરકુંડલા, શીવાજીનગરમાં કિશોરભાઈ નાનજીભાઈ નૈડા ઉ.વ.55 ને પોતાની ઈલેકટ્રીકની દુકાને હોય તે દરમ્યાન છાતીમાં દુ:ખાવો થતા હાર્ટ એટેકનો હુમલો આવતા મૃત્યું નિપજયાનું દિકરી અસ્મીતાબેન કિશોરભાઈએ સાવરકુંડલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.જયારે બીજા બનાવમાં બાબરાના ગઢાળાથી ખંભાળા ગામની વચ્ચે કરકલીયા ગામના પાટીયા પાસે કાનજીભાઈ સામંતભાઈ,જતાપરા ઉ.વ. 50 નું બાઈક સ્લીપ થતા પ્રથમ ગઢડા અને વધ્ાુ સારવાર માટે ભાવગનર સરકારી દવાખાને લઈ જતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું ઉદયભાઈ કાનજીભાઈ જતાપરાએ બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે. રાજુલાના શીવધારા એપાર્ટમેન્ટ ભેરાઈરોડ પર ભાવેશગીરી બાલુદર ગૌસ્વામી ઉ.વ. 36 ના પત્નિ તેની દિકરી સાથે છેલ્લા 15 દિવસથી પીયર જામનગર રીસામણે ગયેલ હોય. જે અંગે સતત ચિંતા અને ઉપાધીમાં રહેતા હોય અને પોતાને મનમાં લાગી આવતા પોતાના બેડરૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું બાલુગર હરીગર ગૌસ્વામીએ રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે. જયારે રાજુલા યાદવ ચોક મહુવા રોડ પર રહેતા ભરતભાઈ પ્રાણશંકર જોશી ઉ.વ. 58 બિમારીથી કંટાળી ઝેરી ટીકડા પી લેતા ભાવનગર બજરંગદાસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાનું પુત્ર વૈભવભાઈ ભરતભાઈ જોશીએ રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ